આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના વિરોલ ગામ ખાતે જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ખડાણા દ્વારા પ્રથમવાર સમસ્ત ક્ષત્રિય સમાજના ભવ્ય ૩૭માં સમૂહ લગ્ન મહોત્સવનુ આજરોજ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 56 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન ભવ્ય વરઘોડા સાથે કરવામા આવ્યું અને લગ્ન મંડપ ખાતે લગ્ન વિધિ યોજાઈ હતી, પછી પધારેલ મહેમાનો અને દાતાશ્રીઓનો સત્કાર સમારંભ બાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજબંધુઓએ જોડાઈને ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી કે. એમ. ઠાકોર, શ્રી જયંતીભાઈ, શ્રી અરવિંદભાઈ ગોહેલ, શ્રી સંજય પરમાર, શ્રી ઋત્વિકભાઈ તથા શ્રી દીપેશ સિંહ મહિડા દ્વારા આપવામાં આવી હતી, જ્યાં સંસ્થાના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Jankalyan Charitable Trust Khadana Arranged 37th Samuh Lagnotsav at Virol Sojitra 18.04.2024

Jankalyan Charitable Trust Khadana, 36th Samuh Lagnotsav, Degam, Nadiad, 16.04.2024, Kheda,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed