મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ડેડાણા ગામ ખાતે ઐતિહાસિક 125 વર્ષ પુરાણું શ્રી રાધાકૃષ્ણ ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જે મંદિરનો જીર્ણોદ્ધાર કરીને અહીંયા સુંદર નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા જીર્ણોદ્ધાર મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં યજમાનશ્રીઓના મંડપ પ્રવેશ બાદ યજ્ઞના આચાર્યશ્રી હિતેશભાઈ ભટ્ટના અધ્યક્ષ પદે અરણી મંથનથી અગ્નિ દેવતાને પ્રગટ કરવામાં આવ્યા હતા, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદીવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 થી 5 મે દરમિયાન યોજાશે, જેમાં જગત મંદિર દ્વારકાથી દિવ્ય જ્યોત લાવવામાં આવી છે તથા અનેકવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શોભાયાત્રા તથા લોક ડાયરા સહિત અંતિમ દિવસે ભગવાનની દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ગૌરી સિંગર સાધુ, શ્રી ભક્તિરામજી સાધુ, શ્રી પ્રવીણભાઈ સાધુ તથા શ્રી અશ્વિનભાઈ સાધુ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Radha Krishna Mandir Murti Pran Pratishtha Mahotsav Dedana Becharaji
Shree Radha Krishna Mandir, Murti Pran Pratishtha Mahotsav, Dedana, Becharaji,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *