મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના સમલાયાપુરા ગામ ખાતે શ્રી જોગમાયા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિર ખાતે ભવ્ય રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે ભવ્ય શોભાયાત્રા તથા શતચંડી મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદીવસીય મહોત્સવ 1 થી 3 મે દરમિયાન યોજાયો, જેમાં અનેકવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાસ ગરબા, ભવ્ય લોક ડાયરો શોભાયાત્રા સહિત માતાજીના નિજ મંદિર ખાતે સાથે શતચંડી મહાયજ્ઞ નું પણ ભવ્ય આયોજન કરાયું, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા માતાજીના દિવ્ય ગુણલા ગાવામાં આવ્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી દિલીપભાઈ પટેલ તથા શ્રી મનોજભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. જ્યાં સમગ્ર ગ્રામજનો સહિત સમિતિના ભાઈઓ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Jogmaya Mataji mandir, samlayapura, bechraji, Rajat Jayanti Mahotsav, 2024,
Shree Jogmaya Mataji Mandir Samalayapura Celebrated Rajat Jayanti Mahotsav 2024