અમદાવાદ નજીકના ઓગણજ ગામ ખાતે સોળ ગામ રાવળ યોગી સમાજના ભવ્ય આઠમાં સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 21 નવયુગોલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઇ હતી, ત્યારબાદ મહેમાનશ્રીઓ અને દાતાશ્રીઓના સન્માન સમારોહ પછી સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં સમાજબંધુઓ એ જોડાઈને દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા તથા ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખશ્રી ચેહરાજી રાવળ તથા શ્રી રાજુભાઈ રાવળ અને શ્રી દશરથભાઈ રાવળ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Sol Gam Raval Yogi Samaj Vikas Mandal Arranged 8th Samuh Lagnotsav 28.04.2024
Sol Gam Raval Yogi Samaj Vikas Mandal, Raval Samaj, 8th Samuh Lagnotsav, 28.04.2024,