ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ગલથરા ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૩૨ નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઇ હતી, ત્યારબાદ મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો અને સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓને વિદાય કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામા સમાજબંધુઓએ જોડાઈને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા અને ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખશ્રી સુરેશજી ઠાકોર તથા મહામંત્રી શ્રી નરેશભાઈ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી જ્યાં સમગ્ર સમિતિના ભાઈઓ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Gujarat Kshatriya Thakor Samaj Arranged 2nd Samuh Lagnotsav at Galathara Mansa on 28.04.2024
Gujarat Kshatriya Thakor Samaj Arranged 2nd Samuh Lagnotsav at Galathara Mansa on 28.04.2024