તાલુકા જિલ્લા મહેસાણાના લીંચ ગામ ખાતે શ્રી અંબાજી માતાજી તથા શ્રી દેવકી સઘી માતાજીનું ખૂબ જ ઐતિહાસિક મંદિર આવેલું છે, જ્યાં શ્રી દેવકી સઘી માતાજીના વાસ ખાતે માતાજીના નવીન મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો દ્વિદિવસય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાયો હતો, જેના પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું તથા દ્વિતીય દિવસે નવચંડી યજ્ઞ સહિત બપોરે માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં શ્રી અંબાજી માતાજી તથા શ્રી દેવકી સધી માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા તથા રાત્રિના શક્તિ અને ભક્તિ રૂપી ભવ્ય રમેલનું પણ આયોજન કરવામાં આવ્યું.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, શ્રી મફતભાઈ પ્રજાપતિ તથા શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં સમગ્ર પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Devki Sadhi Mataji Mandir Pran Pratishtha Mahotsav Linch Mehsana 28.04.2024
Shree Devki Sadhi Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Linch, Mehsana, 28.04.2024,