અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના કુહા ગામ ખાતે કેનાલ પર આપેલ બટવાવાળું વિસ્તારમાં ચૌહાણ પરિવાર દ્વારા શ્રી રતાબાપાની મેલડી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ થયું છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાયો હતો, જેના ભાગરૂપે આજે અંતિમ દિવસે માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં શ્રી આશાપુરા માતાજી, શ્રી મેલડી માતાજી, શ્રી ઝોપડી માતાજી તથા શ્રી જોગણી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 17 થી 19 એપ્રિલ દરમિયાન યોજાયો હતો, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવો સહિત શતચંડી મહાયજ્ઞ, માતાજીની દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા અને શક્તિ અને ભક્તિરૂપી રમેલનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી કેતનભાઇ રબારી અને આયોજક શ્રી પ્રવીણ કુમાર ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં પરિવારના તમામ સદસ્યો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા
જુઓ સંપૂર્ણ એપિસોડ
Chauhan Parivar arranged Pran Pratishtha Mahotsav of Shri RataBapa Ni Meldi Mataji Mandir at kuha daskroi
Chauhan Parivar, Pran Pratishtha Mahotsav, Shri RataBapa Ni Meldi Mataji Mandir, Kuha, daskroi,