અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સચાણા ગામ ખાતે મહાશક્તિ શ્રી મેલડી માતાજીનુ ઐતિહાસિક સ્વયંભુ મંદિર આવેલું છે, જ્યાં શ્રી મેલડી માતાજીના ભવ્યથી ભવ્ય નવીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, જેનો શ્રી સતુભા દાદુભા વાઘેલા પરિવાર તથા શ્રી મેલડી માતાજી સેવક પરિવાર (ઓડ તળાવ) દ્વારા ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના આજે દ્વિતીય દિવસે સવારે ભવ્ય શોભાયાત્રા તથા પ્રતિષ્ઠા યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 19 થી 21 એપ્રિલ દરમિયાન યોજાય રહ્યો છે, જેના પ્રથમ દિવસે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તથા દ્રીતીય દિવસે શોભાયાત્રા અને અંતિમ દિવસે માતાજીના નીજ મંદિરમાં માતાજીની દિવ્યમૂર્તિ સહિત શ્રી સતુભાની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી બહાદુર સિંહ વાઘેલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Mahashakti Shree Meldi Mataji Mandir Ode Talav Sachana Murti Pran Pratishtha Mahotsav 2024
Mahashakti Shree Meldi Mataji Mandir, Ode Talav, Sachana, Murti Pran Pratishtha Mahotsav, 2024, Viramgam, Ahmedabad,