મહેસાણા જિલ્લાના કડી શહેર ખાતે રામનવમી નિમિત્તે દર વર્ષે પ્રભુ શ્રીરામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે 43મી ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતુ, જે શોભાયાત્રા નાની કડી અયોધ્યા ધામ થી પ્રારંભ થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ખાખચોક ખાતે વિસર્જન થઈ હતી, જેમાં હાથી-ઘોડા, બગીઓ,હજારો બાઈક્સ, ટેક્ટરો, ફોરવીલ સહિતની ભવ્ય નગર યાત્રા યોજાઈ હતી, જેમાં હજારોની સંખ્યામા ભાવિક ભક્તોએ જોડાઈને અંતમાં મહા આરતી બાદ ભોજન પ્રસાદનો લાવો માણ્યો હતો.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત વિશ્વ હિન્દુ પરિષદ કડી તાલુકાના પ્રમુખ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Vishv Hindu Parishad Arranged Ramnavmi Shobhayatra at Kadi 17.04.2024
Vishv Hindu Parishad, Ramnavmi, Shobhayatra, Kadi, 17.04.2024,