તાલુકા જિલ્લા ગાંધીનગરના ઇસનપુર મોટા ગામ ખાતે રબારી વાસ ખાતે શ્રી ચામુંડા માતાજીનુ ખુબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે, જેનો દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે, જેના આજે પ્રથમ દિવસે સમગ્ર ગામમાં ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ દ્રિદિવસના કાર્યક્રમમા અનેકવિધ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શોભાયાત્રા, રાસ ગરબા તથા આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠામાં શ્રી ચામુંડા માતાજી તથા શ્રી સિકોતર માતાજી અને શ્રી જીવાબાપા ની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવશે તથા રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યુ છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી ભુવાજી શ્રી જયેશભાઈ રબારી દ્વારા આપવામાં આવી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Chamunda Mataji Mandir Pran Pratishtha Mahotsav Isanpur Mota Gandhinagar
Shree Chamunda Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Isanpur Mota, Gandhinagar, Rabari Vaas, Sikotar Mataji, Jivabapa,