મહેસાણા જિલ્લાના કડી તાલુકાના પાલ્લી ગામ ખાતે સુપ્રસિદ્ધ શ્રી દલાભગતના ગોગા મહારાજનું સુંદર મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે, એ જ રીતે ચૈત્ર સુદ ચૌદશનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં આજરોજ ભાવિક ભક્તોના દર્શન સહિત ભવ્ય નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, તથા સાંજના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલનુ આયોજન કરાયું છે જેમા ખૂબ જ મોટી સંખ્યામા ધર્મપ્રેમી લોકો, સંતો મહંતો અને ભુવાજીશ્રીઓ તથા સમગ્ર ગુજરાતમાંથી ભાવિક ભક્તો પધારીને ગોગા મહારાજના દર્શન કરીને ભોજન પ્રસાદીનો લાહવો માણશે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગોગા મહારાજના સેવક શ્રી લાલાભાઇ દેસાઈ તથા શ્રી ઈશ્વરભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
જૂઓ સંપૂર્ણ એપિસોડ
Shree Dalabapa na Goga Maharaj Mandir Palli Celebrated Bhavya Mahotsav of Chaitra Sud Chaudash 22.04.2024
Shree Dalabapa na Goga Maharaj Mandir, Palli, Chaitra Sud Chaudash, Kadi, Mehsana,