સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના દોલતાબાદ ગામ ખાતે શ્રી લાસું માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જે શ્રી ખોડીયાર માતાજીનું જ એક સ્વરૂપ છે, માતાજીના મંદિરે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એ જ રીતે સમગ્ર વિસ્તારના લોકોમા માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે દર વર્ષે 19 ફેબ્રુઆરીના રોજ અહીંયા ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે અહીંયા ભવ્ય ત્રીજા પાટોત્સવ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારથી અહીંયા નવચંડી યજ્ઞ વલિયમપુરા ગામના શ્રી અજીતભાઈ પટેલના સૌજન્યથી સમગ્ર ધર્મ પ્રેમી જનતાના ભોજન સમારંભ તથા ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી અજીતભાઈ પટેલ, શ્રી શિલ્પાબેન પટેલ, શ્રી જીગરભાઈ શાસ્ત્રી, શ્રી પ્રભાતસિંહ સોલંકી, શ્રી રમતુસિંહ સોલંકી સરપંચ, શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી રાહુલદાદા શાસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Lasu Mataji Mandir Doltabad Talod Celebrated 3rd Patotsav 19.02.2023
Shree Lasu Mataji Mandir, Doltabad, Talod, 3rd Patotsav, 19.02.2023,