ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તેલનાર ગામ ખાતે તેલનાર, મોટી ઝેર તથા ડેમાઈ ગામના સમસ્ત દેવીપુજક પરિવાર દ્વારા શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે, જેનો દ્વિદિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું સમગ્ર દેવીપુજક પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે પ્રથમ દિવસે યજ્ઞનો પ્રારંભ થયો હતો તથા દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા તથા શ્રી મહાકાળી માતાજી ની દિવ્ય પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં સવા તોલા સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ ભક્તોએ હાજર રહીને માતાજીના દર્શન કર્યા હતા તથા ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી પરબતભાઈ વાઘેલા તથા શ્રી દિનેશભાઈ વાઘેલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Devipujak Parivar Arranged Pran Pratishtha Mahotsav of Shree Mahakali Mataji Mandir At Telnar Kapadvanj 16.06.2024
Samast Devipujak Parivar, Pran Pratishtha Mahotsav, Shree Mahakali Mataji Mandir, Telnar, Kapadvanj, 16.06.2024, Kheda,