મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વેકરા ગામ ખાતે પૂર્વ સરપંચ શ્રી મેહુલભાઈ રબારી પરિવાર દ્વારા વેકરા નજીક હાઇવે ઉપર સુંદર આર એમ ફાર્મનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ફાર્મના ઉદઘાટન તથા તેમના સુપુત્ર ચિરંજીવી મિતના જન્મદિવસ નિમિત્તે આર એમ ફાર્મ ખાતે સવારથી ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ અને ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં સમગ્ર રબારી સમાજના સાધુ-સંતો ભુવાજીશ્રીઓ તથા પરિવારજનો અને ગ્રામજનો જોડાયા હતા, ત્યારબાદ ફાર્મ ખાતે પધારેલ હજારો ભાવિક ભક્તોના ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભગવાન શ્રી રામદેવપીર મહારાજના દિવ્ય જ્યોતિ પાઠ સહિત ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી દેવાયત ખાવડ દ્વારા ભવ્ય લોક ડાયરાની રમઝટ બોલાવવામા આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તથા સ્નેહીજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત આયોજક શ્રી મેહુલભાઈ રબારી વેકરા તથા શ્રી પ્રકાશભાઈ શાસ્ત્રી અને શ્રી બળદેવભાઈ રબારી દુધઈ દ્વારા આપવામાં આવી હતી, જેમાં કાર્યક્રમમાં પરમ પૂજ્ય મહંત શ્રી 1008 જયરામગીરીબાપુ તરભ, પરમ પૂજ્ય લખીરામ બાપુ ટેટોડા તથા પરમ પૂજ્ય ભુવાજી શ્રી વિરોચન નગરથી કનુબાપા અને માણસાથી ભુવાજી સઇજીભાઈ સહિત અનેક ભુવાજી શ્રીઓ અને સંતો મહંતો હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Bhatachaya Parivar Vekra Arranged Devotional Programs on His Son’s Meet Birthday and Inauguration of R m Farm Vekra Kadi
Bhatachaya Parivar Vekra, Devotional Programs, Meet Birthday, R m Farm Vekra, Vekra, Kadi, Mehsana, Mehul Rabari,