આજરોજ ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં શ્રી દહેગામ તાલુકા દશનામ ગોસ્વામી મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 9 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઇ હતી, ત્યારબાદ મહેમાનશ્રીઓ અને દાતાશ્રીઓના સત્કાર સમારંભ બાદ દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં સાથે સમગ્ર સમાજબંધુઓ સહિત સંતો મહંતો, સામાજિક અગ્રણીઓ તથા રાજકીય અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા સંસ્થા વિશેની સંપૂર્ણ માહિતી પ્રમુખશ્રી પપ્પુગીરી ગોસ્વામી તથા મંત્રીશ્રી નયનગીરી ગોસ્વામી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Dehgam Taluka Dashnam Goswami Mandal Dehgam Arranged 1st Samuh Lagnotsav 10.03.2023
Shree Dehgam Taluka Dashnam Goswami Mandal, Dehgam, 1st Samuh Lagnotsav, 10.03.2023, Gandhinagar,