અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામ ખાતે શ્રી રણછોડરાયજી ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે અષાઢી બીજના દિવ્ય દિવસે રથયાત્રા 2022 નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહા આરતી બાદ ત્રણે રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ, જેમાં શ્રી જગન્નાથજી, શ્રી બલરામજી તથા શ્રી સુભદ્રાજીના દિવ્ય રથોને સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો હતો, આ રથયાત્રા કેલિયા વાસણા મંદિરથી પ્રસ્થાપન થઈને કલીકુંડ સુધી જઈને નિજ મંદિરે પરત ફરી હતી, જેમાં માનનીય પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક રાજકીય અગ્રણીઓ તથા સ્વામિનારાયણ મંદિરના મહંતશ્રીઓ અને સાધુ સંતો તથા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા ધાર્મિક સંદેશ શ્રી લાલભાઈ પટેલ તથા શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આપવામાં આવ્યો હતો.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ranchhod Rai Mandir Keliyavasna Dholka Arranged Rathyatra 2022
Shree Ranchhod Rai Mandir, Keliyavasna, Dholka, Ahmedabad, Rathyatra, 2022,