ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં છેલ્લા ૧૪ વર્ષથી ભવ્યાતિભવ્ય રથયાત્રાનુ આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ૧૪મી ભવ્ય રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે, જે યાત્રાના પૂર્વે મામેરાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમા આ વર્ષના મામેરાના યજમાનનો મુખ્ય લાભ ભાજપના પાટણ જિલ્લાના પ્રભારી શ્રી ગોવિંદભાઈ જોઈતારામ પટેલને મળ્યો હતો, જેમાં લાભાર્થી પરિવાર દ્વારા સવારે શ્રી સત્યનારાયણ મંદિરથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જે શહેરમા ફરીને કલોલના પંચવટી વિસ્તારમાં શ્રી ગોવિંદભાઈ પટેલના નિવાસ્થાને પહોંચી હતી, જ્યાં ભગવાનની પૂજા અર્ચના તથા આરતી બાદ ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હજારો ભાવિક ભક્તો તથા શહેરજનો હર્ષોલ્લાસ પૂર્વક જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી ગોવિંદભાઇ પટેલ તથા શ્રી સત્યનારાયણ મંદિરના મહંતશ્રી રામમનોહર દાસજી દ્વારા આપવામા આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Govindbhai Patel Kalol Arranged Mameru in 14th Rathyatra of Kalol


Shree Govindbhai Patel, Patan Prabhari, Kalol, Mameru, 14th Rathyatra, Kalol

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed