મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કોટડી ગામ ખાતે હાઇવે ઉપર શાલીમાર હોટલ ની પાછળ શ્રી હરબાઇ રાજબાઈ માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી થાય છે એ જ રીતે આજરોજ ભવ્ય પાંચમાં પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા, નવચંડી યજ્ઞ તથા સાંજે મહાપ્રસાદ અને રાત્રીના ભક્તિ ને શક્તિરૂપી જાતરનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી કાળુજી ઠાકોર તથા શ્રી છનાજી મકવાણા દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Harbai Rajbai Mataji Mandir Kotadi Celebrated 5th Patotsav 21.06.2022
Shree Harbai Rajbai Mataji Mandir Kotadi, Kotadi, Vijapur, Mehsana, 5th Patotsav, 21.06.2022,