મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામ ખાતે ઐતિહાસિક શ્રી ચેહર ધામ મંદિર આવેલું છે, જ્યાં શ્રી ચામુંડા માતાજી તથા શ્રી ચેહર માતાજી ખુબ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિર ખાતે ત્રીદિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નિજ મંદિર ખાતે શ્રી જીવરાજ બાપાની તથા શિવ પરિવારની અને શ્રી ચેહર માતાજીની દિવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ભુવાજીશ્રીઓ, સંતો મહંતો અને સમગ્ર ગ્રામજનો જોડાયા હતા.
આ મહોત્સવમાં યજ્ઞ પૂજન તથા શોભાયાત્રા રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમો અને શક્તિ અને ભક્તિ રૂપે ભવ્ય રમેલનું પણ આયોજન કરાયું .
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય ભુવાજી શ્રી અમૃતભાઈ દેસાઈ તથા ગાભુભાઈ અને મોતીભાઈ રબારી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri chehar Dham Mandir Pran Pratishtha Mahotsav Valam Visnagar
Shri chehar Dham, Pran Pratishtha Mahotsav, Valam, Visnagar,