ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના લોદરા ગામ ખાતે શ્રી બાલા હનુમાનજીનુ અતિ સુંદર અને ભવ્ય મંદિર આવેલુ છે, જ્યાં શ્રી બાલા હનુમાનજીની ખુબ જ તેજોમય અને ઐતિહાસિક મૂર્તિ સ્થાપિત છે, સાથોસાથ અહીંયા શ્રી બલરામદાસજી મહારાજની પણ દિવ્ય પ્રતિમા પ્રતિષ્ઠિત છે, કહેવાય છે કે આ બાલા હનુમાનજીની દિવ્ય પ્રતિમા પેથાપુર સાબરમતી નદીમાંથી મળી હતી અને પછી ત્યાંથી અહીંયા આ મૂર્તિને પ્રતિષ્ઠિત કરવામા આવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા ઘણીબધી સેવાકીય પ્રવૃતિઓનુ કરવામા આવે છે, જેમા અહીંયા ગૌશાળાનુ સંચાલન કરાય છે, તથા આરોગ્યલક્ષી સેવામા અહીંયા આયુર્વેદિક દવાખાનુ તથા આયુર્વેદિક હોસ્પિટલ પણ આવેલી છે, અહીંયા બાલા હનુમાન કોલજ અને હોસ્ટેલની પણ સ્થાપના કરવામા આવેલી છે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ટ્રસ્ટી મંડળ માંથી શ્રી રતિલાલ ભાઈ પટેલ તથા માધુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


તો આવો શનિવારના રોજ દિવ્ય દર્શન કરીએ લોદરા ગામ ખાતે બિરાજમાન શ્રી બાલા હનુમાનજી મંદિરના.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

bala hanuman lodra

Shree Bala Hanuman Mandir Lodra Arranged Divya Darshan on Saturday 25.09.2021


Shri Bala Hanuman Mandir lodra, Bala Hanuman Lodra, Lodra, Mansa, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *