મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામ ખાતે જાસ્કા રોડ પર શ્રી સિધ્ધેશ્વરી માતાજીના મંદિરની પાછળ ઐતિહાસિક એવું શ્રી માંશિયા મહાદેવજીનું સ્થાનક આવેલું છે. જ્યાં સમગ્ર ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી નવીન મંદિર નિર્માણ કરવામાં આવી રહ્યુ છે, જેના ભાગરૂપે આજે શિલાન્યાસ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શીલા પૂજન બાદ મંદિરે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે જે કોઈ વ્યક્તિઓ તથા ગ્રામજનોએ મહાદેવની દિવ્ય પ્રેરણાથી ફૂલ નહીને ફૂલની પાંખડી સ્વરૂપે દાન આપવાની ભાવના હોય એ લોકોએ સમિતિનો સંપર્ક કરવાની એક અપીલ પણ મંડળ દ્વારા કરાઈ હતી, જેમના નંબર ઉપરની પત્રિકામાં આપેલ છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી નવીનભાઈ નાયી, શ્રી અરૂણભાઇ પટેલ તથા શ્રી બાબુભાઈ રબારી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Maanshiya Mahadev Mandir Umta Shilanyas Mahotsav 2024