અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં સોપાન રેસીડેન્સી ખાતે શ્રી ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે જેને સોપાનના ગોગા મહારાજ તરીકે ઓળખવામાં આવે છે, આ મંદિર પ્રત્યે લોકોને ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે અને તેથી જ શ્રાવણ સુદ બારસના રોજ અહીંયા ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ દિવસે કાર્યક્રમની આયોજન રાખવામાં આવ્યું હતું જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું હતું તથા રાત્રિના ભક્તિ અને શક્તિરૂપી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા દ્વિતીય અને અંતિમ દિવસે સવારથી નવકુંડી યજ્ઞ યોજાયો હતો જેની પુર્ણાહુતિ સાંજે કરવામાં આવી હતી તથા રાત્રિના ભવ્ય રાસ ગરબામાં સમગ્ર સોપાન રેસીડેન્સી ના પરિવારજનો તથા સમગ્ર વિસ્તારના ધર્મ પ્રેમી લોકો જોડાયા હતા
આ કાર્યક્રમની સંપૂર્ણ વિગત સોપાન રેસીડેન્સીના શ્રી જગદીશભાઈ પટેલ તથા શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Sopan Na Goga Maharaj Celebrated 11th Patotsav 2023
Shree Sopan Na Goga Maharaj, Celebrated 11th Patotsav, 2023, Nikol, Ahmedabad, Sopan Residency,