ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરની પંચવટી વિસ્તારમા આવેલ યોગીરાજ સોસાયટીમાં શ્રી દલાભાની મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી મેલડી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા માં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ મંદિરના 15માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા તથા આજે દ્રિતીય દિવસે માતાજીના નવચંડી મહાયજ્ઞ, અન્નકૂટ, મહા આરતી, ધ્વજા આરોહણ તથા મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સાથે સમગ્ર વિસ્તારના ધર્મપ્રેમી લોકો હર્ષો ઉલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત રાજેશભાઈ પ્રજાપતિ તથા શ્રી દિપકભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Dalabha ni Meldi Mataji Mandir Panchavati Kalol Celebrated 15th Patotsav 12.12.2022
Shree Dalabha ni Meldi Mataji Mandir, Panchavati, Kalol, 15th Patotsav, 12.12.2022,