ગાંધીનગર માણસા તાલુકાના ખાટાઆંબા ગામ ખાતે પ્રજાપતિ વાસ માં સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ભવ્ય શ્રી બ્રહ્માણી માતાજી નું નવીન મંદિર નિર્માણ કરાયું છે, જેનો ત્રિદીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના ભાગરૂપે પ્રથમ દિવસે લઈને અંતિમ દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમ યોજાયો હતા જેમાં જળયાત્રા શોભાયાત્રા તથા દીકરીઓના સન્માન સમારોહ તથા અંતિમ દિવસે દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં મુખ્ય શ્રી બ્રહ્માણી માતાજી, શ્રી સધી માતાજી, શ્રી ગોગા મહારાજ તથા શ્રી વીર મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખુબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સરપંચ શ્રી ચતુરભાઈ પ્રજાપતિ દ્વારા અપાઈ હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Prajapati Samaj Khataamba Celebrated Pran Pratishtha Mahotsav of Shree Brahmani Mataji Mandir 21.11.2024