ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઇસંડ ગામ ખાતે 125 વર્ષ પુરાણું શ્રી નરનારાયણ દેશ તાબાનુ શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, ગ્રામજનો દ્વારા મંદિરનુ સમારકામ તથા જીર્ણોદ્ધાર કરીને મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જે મહોત્સવ 9 થી લઈને 11 ડિસેમ્બર સુધી યોજાયો હતો, જેમાં શ્રીમદ ભાગવત દશસ્કંધ કથા, શોભાયાત્રા, ઘ્વાજા આરોહણ તથા મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્રપ્રસાદ મહારાજજી દ્વારા મૂર્તિઓ માં પ્રાણ પૂરવામાં આવ્યા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી રસિકભાઈ પટેલ તથા શ્રી પિંકેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree NarNarayan dev Desh Taba Swaminarayan Mandir Murti Pran Pratishtha Mahotsav Isand
Shree NarNarayan dev Desh Taba, Swaminarayan Mandir, Murti Pran Pratishtha Mahotsav, Isand, Kalol, Gandhinagar,