સાણંદ તાલુકાના હઠીપુરા ગામ ખાતે જમોડ વાસમાં શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેના દિવ્ય અને ભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમસ્ત જમોડ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં માતાજીના નીજ મંદિર ઉપર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી, તથા રાત્રે ડાયરા સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું હતું અને દ્વિતીય દિવસે માતાજીના મંદિર ખાતે ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં નવચંડી યજ્ઞમાં ખૂબ જ મોટી સંખ્યામા યજમાનો તથા ભાવિક ભક્તોએ જોડાઈને માતાજીના મંદિરના દર્શન કરી ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના સરપંચ શ્રી નવઘણભાઈ જમોડ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Jamod Parivar Arranged Pran Pratishtha Mahotsav of Shree Chamunda Mataji Mandir at Hathipura Sanand 03.03.2024
Jamod Parivar, Pran Pratishtha Mahotsav, Shree Chamunda Mataji Mandir, Hathipura, Sanand, Ahmedabad, 03.03.2024,