ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પ્રતાપુરા ગામ ખાતે શ્રી કંકુબાઇ કાઠિયાણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં માતાજી વર્ષોથી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે સમગ્ર પરિવારજનોની દિવ્ય પ્રેરણાથી માતાજીના પુના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે સમસ્ત પ્રતાપપુરા ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આજ બે દિવસના કાર્યક્રમમાં આજે શોભાયાત્રા તથા આવતીકાલે દ્વિતીય દિવસે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેમા શ્રી કાઠિયાણી માતાજીની સાથોસાથ શ્રી મેલડી માતાજી, શ્રી બ્રહ્માણી માતાજી, શ્રી સધી માતાજી તથા શ્રી ગોગા મહારાજની નવીન પ્રતિમાઓની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે તથા રાત્રીના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલનુ પણ આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી રસિકભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી, જ્યાં માતાજીના સેવક શ્રી ભુવાજી નિલેશભાઈ પ્રજાપતિ સહીત પરિવારજનો હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree RajRajeshwari Kankubai Kathiyani Mataji Punah Pran Pratishtha Mahotsav Pratappura Mansa
Shree RajRajeshwari Kankubai Kathiyani Mataji Mandir, Punah Pran Pratishtha Mahotsav, Pratappura, Mansa,
માણસા : પ્રતાપુરા ગામ ખાતે શ્રી કંકુબાઈ કાઠિયાણી માતાજીના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન