અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના ઓડ ગામ ખાતે દસ્ક્રોઈ તાલુકા રાજપુત સમાજના ભવ્યથી ભવ્ય ચૌદમા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 17 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્નવિધિ યોજાઇ હતી, ત્યારબાદ સરકાર સમારંભ તથા ભોજન સમારંભ બાદ દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી. જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તથા સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ સહિત સંતો મહંતોએ વિશેષ હાજર રહીને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સમિતિ માંથી પ્રમુખશ્રી રજુજી ડોડીયા તથા ઉપપ્રમુખ શ્રી દશરથસિંહ વાઘેલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Daskroi Taluka Rajput Samaj Arranged 14th Samuh Lagnotsav 05.03.2024
Daskroi Taluka Rajput Samaj, 14th Samuh Lagnotsav, 05.03.2024,