અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામ ખાતે શ્રી મેરુ માનતુંગ ભવ્ય ધામ આવેલું છે, જ્યાં મૂળનાયક દાદા શ્રી વાસુપૂજ્ય સ્વામી તથા શ્રી મુનીસુવ્રત સ્વામી અને શ્રી આદિનાથ ભગવાન ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, સમગ્ર જિનાલયના પરિસરમાં અન્ય ઘણા બધા દેવી-દેવતાઓ પણ બિરાજમાન છે, અહીંયા નવ ગ્રહોના પણ મંદિરો આવેલા છે, જિનાલય ખાતે અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મહા વદ છઠનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં પરમ પૂજ્ય શ્રી લલિતસેન સૂરીશ્વરજી મહારાજ સાહેબની દિવ્ય નિશ્રામા ભગવાનના સાલગીરી મહોત્સવનુ દર વર્ષે આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે ચોથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, તેના ભાગરૂપે ભગવાનના ૧૮ અભિષેક તથા ધ્વજા આરોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો,જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી સૌરીનભાઈ શાહ તથા શ્રી મનીષભાઈ શાહ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Meru Mantung Bhavya Dham Arnej Arranged 4th Saalgiri Mahotsav 2024
Shree Meru Mantung Bhavya Dham, Arnej, 4th Saalgiri Mahotsav, 2024,