ગાંધીનગર શહેરના સેક્ટર ચાર ખાતે સ્વ. સૂરજબા ભગાભાઈ મોતીભાઈ પટેલ પરિવાર દ્વારા દ્વારા આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય ડૉ. લંકેશ બાપુની દિવ્ય અને ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના આજે પ્રથમ દિવસે પોથીના મુખ્ય યજમાન તથા આયોજક શ્રી જયેશભાઇ પટેલ ના નિવાસ્થાનેથી 401 પોથી ની ભવ્ય પોથીયાત્રા યોજાઇ હતી, જે લાઈવ ડીજે સહિત કથા સ્થળ ઉપર પહોંચી હતી તથા ત્યાં સમગ્ર ભાવિક ભક્તોના ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ કથા મહોત્સવ 29 ફેબ્રુઆરી થી 8 માર્ચ સુધી એમ નવ દિવસ દરમિયાન યોજાશે, જેમાં શિવ વિવાહ મહોત્સવ સહિતના ખૂબ જ ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત આયોજક શ્રી જયેશભાઇ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Sv. Surajba Bhagabhai Motibhai Patel Parivar Arranged Shivkatha of Dr. lankesh Bapu 2024 At Sector 4 Gandhinagar