મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના મકતુપુર ગામ ખાતે ઐતિહાસિક એવું શ્રી સિદ્ધેશ્વરી માતાજીનું ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી સિદ્ધેશ્વરી માતાજી સદીઓથી બિરાજમાન છે, નૂતન મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા અહીંયા ભવ્ય રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા આજરોજ યજ્ઞપૂજન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભવિકકભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
આ 2 દિવસનો કાર્યક્રમ27 તથા 28 ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા તથા યજ્ઞ પૂજન અને રાત્રિના રાસ ગરબા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તથા દ્વિતીય દિવસે ધ્વજા આરોહણ સહિત સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ બાદ સમગ્ર ભાવિક ભક્તો તથા ગ્રામજનોના બે દિવસના ભોજન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Sidhdheshwari Mataji Mandir Maktupur Unjha Celebrated Rajat Jayanti Mahotsav 2024