અમદાવાદ વિસ્તારમાં ગોતા થી રીંગરોડ જવાના રસ્તા પર ઓગણજ ખાતે શ્રી વિશ્વકર્મા સંકુલ આવેલુ છે, જ્યાં વિશ્વકર્મા દાદાનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, આ સમગ્ર મંદિરનું સંચાલન શ્રી પાટણવાડા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા કરવામાં આવે છે, જેમના દ્વારા અનેકવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે વિશ્વકર્મા સંકુલના નિર્માણ હેતુથી દાદાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અહીંયા ભવ્યથી ભવ્ય વિશ્વકર્મા મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના આજે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું, જે શોભાયાત્રા લાઇવ ડીજે, બગીઓ, ઘોડા સહિત વિશ્વકર્મા દાદાના પ્રદર્શન અને વેશભૂષા સહિત ગોતા થી નીકળી હતી તથા કથા મંડપ ખાતે ઓગણજ ખાતે પહોંચી હતી, જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સમાજ બંધુઓ જોડાયા હતા.
આ મહોત્સવ 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત કન્વીનર શ્રી પ્રવીણભાઈ ગજ્જર તથા કથાના વક્તા શ્રી ડૉ. કર્ણવભાઈ જોશી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Patanvada Gajjar Suthar Samaj Trust Amdavad Ognaj Arranged Vishvakarma Mahapuran Katha 2024
Shree Patanvada Gajjar Suthar Samaj Trust Amdavad, Ognaj, Ahmedabad, Vishvakarma Mahapuran Katha, 2024,