મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કુંડાળ ગામ ખાતે ખડકીવાસમાં શ્રી ખોડીયાર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું હતું, જેનો જીર્ણોધાર કરીને અત્યારે નવીન મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેમાં આજે અંતિમ દિવસે માતાજી નિજ મંદિર ખાતે આઇશ્રી ખોડિયાર માતાજીની દિવ્ય પ્રતિમાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
આ ત્રિદીવસીય કાર્યક્રમના મહોત્સવમાં પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ સહિત લોક ડાયરો અને ભવ્ય શોભાયાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું તથા અંતિમ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા બાદ ગામમાં વિરસોડા પરિવારના આઇશ્રી ખોડીયાર માતાજી મંદિર થી વાજતે ગાજતે માતાજીના દર્શનાર્થે શોભાયાત્રા નીકળી હતી, જેમાં સમગ્ર ગ્રામજનો પણ જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત કડી નાગરિક બેન્કના ચેરમેન તથા કુંડાળ ગામના શ્રી વિનોદભાઈ પટેલ તથા શ્રી રમેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Aaishree Khodiyar Mataji Mandir, Murti Pran Pratishtha Mahotsav, at Khadki vaas Kundal Kadi 17.02.2024
Aaishree Khodiyar Mataji Mandir, Murti Pran Pratishtha Mahotsav, Khadki vaas, Kundal, Kadi, 17.02.2024,