અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના મદ્વિસણા ગામ ખાતે રબારી સમાજની ગુરુગાદી અને ઐતિહાસિક શ્રી વડવાળા દેવનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નવ નિર્માણ પામ્યું છે, જ્યાં પરમ પૂજ્ય શ્રી વિરમ સ્વામી મહારાજની જીવંત સમાધી પણ આવેલી છે, મંદિર દ્વારા અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે અહીંયા નૂતન મંદિર નિર્માણ થતા ભવ્ય પંચામૃત મહોત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય જીગ્નેશ દાદાની શ્રીમદ ભાગવત સપ્તાહ, શ્રી મહા વિષ્ણુયાગ, મહારુદ્ર યજ્ઞ સહિત શ્રી ગુરુના રજત જયંતિ મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરમ પૂજ્ય જીગ્નેશ દાદા દ્વારા પાવન કથાનું રસપાન કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે.
આ કથા મહોત્સવ 26 જાન્યુઆરી 2024 થી શરૂઆત થઈને 1 ફેબ્રુઆરી 2024 ના રોજ વિરામ પામશે, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક કાર્યક્રમો સહિત અહીંયા ભવ્ય રામાયણના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે તથા દરેક ભાવિક ભક્તો માટે બંને સમયના ભોજન પ્રસાદ સહિત રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોક ડાયરો, ભજન સંધ્યા અને ગરબા મહોત્સવ જેવા વિવિધ કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય શ્રી બાલકદાસજી બાપુ તથા શ્રી વિષ્ણુભાઈ પટેલ અને ભૂદેવ શાસ્ત્રી શ્રી વિજયકુમાર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Vadvala Dev Mandir Rabari Samaj Gurugadi Madrisana arranged Panchamrut Mahotsav 2024
Shree Vadvala Dev Mandir, Rabari Samaj Gurugadi, Madrisana, Panchamrut Mahotsav, 2024, Detroj, Ahmedabad,