અમદાવાદના સોલા વિસ્તારમાં જય ભોલે મિત્ર મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય ડૉ. લંકેશ બાપુની દિવ્ય અને ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવી હતી, એ જ રીતે કથાના અંતિમ દિવસે ભગવાન શિવના દિવ્ય અને ભવ્ય અદભુત મહાભિષેકનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેવાધિદેવ મહાદેવના મહા શિવલિંગ પર દૂધ સહિત વિવિધ દિવ્ય દ્રવ્યો દ્વારા યજમાન પરિવારો તથા શિવભક્તો દ્વારા મહાભિષેક કરવામા આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં આ પળ નિહાળવા માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.

આ કથા મહોત્સવ ૨૩ થી ૩૧ ડિસેમ્બર એમ કુલ નવ દિવસ દરમિયાન યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે ૧૫૧ પોથીની ભવ્ય પોથીયાત્રા તથા છઠ્ઠા દિવસે શિવ વિવાહ મહોત્સવ સહિત રોજ રોજ અનેકવિધ ધાર્મિક ઉત્સવો યોજાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત આયોજક શ્રી હેમંતભાઈ પટેલ તથા શ્રી અતુલભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Jay Bhole Mitra Mandal Arranged Shivkatha of International Kathakar Dr. Lankesh Bapu at Sola Ahmedabad
Jay Bhole Mitra Mandal, Shivkatha, International Kathakar Dr. Lankesh Bapu, Sola, Ahmedabad, shiv Abhishek, Shiv Mahaabhishek, 2023

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed