ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઇશ્વરપુરા ગામ ખાતે શ્રી નરનારાયણ દેવ દેશ તાબાનુ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલુ છે, જેના દિવ્ય સાનિધ્યમા શ્રી ગોવિંદભાઇ વેલાભાઈ કાનાભાઈ ચૌધરી પરિવાર દ્વારા ભવ્યાતિભવ્ય શ્રીમદ્દ ભાગવત પરાયણનુ આયોજન કરવામા આવ્યુ છે, જેમાં આજરોજ પ્રથમ દિવસે ભવ્ય પોથીયાત્રાનુ આયોજન કરવામા આવ્યું હતુ જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામા ભાવિક ભક્તો જોડાયા હતા.
આ કથા મહોત્સવ 2 થી 6 જાન્યુઆરી દરમ્યાન યોજાશે જેમા કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ તથા ભવ્ય શાકોત્સવનુ આયોજન કરવામા આવ્યુ છે, જેમાં અંતિમ દિવસે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્રપ્રસાદ પધારીને હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોને આશીર્વાદ આપશે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત આયોજક શ્રી ગોવિંદભાઇ ચૌધરી દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Govindbhai Velabhai Kanabhai Chaudhari Parivar Ishwarpura Arranged Shreemad Bhagvat Parayan 2023
Shree Govindbhai Velabhai Kanabhai Chaudhari Parivar, Ishwarpura, Shreemad Bhagvat Parayan, 2023, Chaudhari Parivar, Mansa, Gandhinagar, Ishwarpura Badpura,