મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામ ખાતે શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં નુતન શિક્ષણ સંકુલના નિર્માણ હેતુથી શ્રી રાજેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ આંબલીગામ વાળા પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના આજે દ્વિતીય દિવસે પરમ પૂજ્ય કૌશલ મહારાજ દ્વારા સુંદર કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ કથા મહોત્સવ ૨૦.૧૧.૨૦૨૩ થી શરૂઆત થઈને ૨૬.૧૧.૨૦૨૩ ના રોજ વિરામ પામશે, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત આયોજક શ્રી રાજેન્દ્રભાઈ પટેલ તથા પરમ પૂજ્ય કૌશલ ઘનશ્યામ મહારાજ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Rajendrabhai Somabhai Patel Ambali gaam Vala Parivar Arranged Shreemad Bhagvat Saptah Gyanyagn at Shree Meldi Mataji Mandir Jasalpur Kadi
Shree Rajendrabhai Somabhai Patel, Ambali gaam Vala, Parivar, Shreemad Bhagvat Saptah Gyanyagn, Shree Meldi Mataji Mandir Jasalpur, Kadi, Jasalpur, Mehsana,