અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કાણેટી ગામ ખાતે શ્રી શક્તિ માતાજીનુ ઐતિહાસિક મંદિર આવેલું છે, જેનો જીર્ણોધ્ધાર કકરીને અહીંયા ભવ્ય શ્રી શક્તિ માતાનું નવીન મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો સમસ્ત કાણેટી વાઘેલા પરિવાર દ્વારા ભવ્ય ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે 51 કુંડીય મહાયજ્ઞનું સુંદર આયોજન કરાયું હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદિવસીય મહોત્સવ ૨૧ થી ૨૩ નવેમ્બર દરમિયાન યોજાશે, જેમાં શોભાયાત્રા, રાસ ગરબા તથા લોક સાહિત્યકાર શ્રી કિર્તીદાન ગઢવીના ભવ્ય લોક ડાયરાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા શ્રી કિશોરસિંહ વાઘેલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Shakti Mataji Mandir Punah Pran Pratishtha Mahotsav Kaneti Sanand
Shree Shakti Mataji Mandir, Punah Pran Pratishtha Mahotsav, Kaneti, Sanand,