અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોળાદ પોસ્ટ ખાતે આવેલા સમાણી ગામમાં ખૂબ જ ઐતિહાસિક અને સુંદર મંદિરો આવેલા છે, એ જ રીતે અહીંયા પૌરાણિક સદગુરુ શ્રી કબીર સાહેબનુ સુંદર મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં અહીંયા ગુરુદેવ ના નામથી પાવન થયેલી શીલાઓ કે જે પાણી ઉપર તરી રહી હતી, એના માટે અમૃત કુંડની સ્થાપના કરીને ત્યાં આ શીલાઓને પધરામણી કરવામાં આવી હતી, જ્યાં આ શીલાઓ પાણી પર તરી હતી, જે શીલાઓની પૂજન વિધિ તથા સમાધિ પૂજનનું ભવ્ય આયોજન આજરોજ સમાણી ખાતે કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સમગ્ર ગુજરાતમાંથી અહીંયા પધાર્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય મહંત શ્રી ઋષિકેશ દાસજી મહારાજ સાહેબ, મહંત શ્રી પ્રીતમદાસજી, શ્રી ઘનશ્યામસિંહ, શ્રી ચંદુભાઈ પ્રજાપતિ, અને શ્રી કિશોરભાઈ પટેલ અન્ય ભક્તજનોની અને ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Kabir Mandir Samani Arranged Samadhi Pujan and Shila Pujan on 14.09.2023


Shree Kabir Mandir, Samani, Bholad, Bhal, Dholka, Ahmedabad, Samadhi Pujan, Shila Pujan, 14.09.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed