ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ ખાતે રબારી વસાહતમાં શ્રી વિહત મેલડી રવેચી ધામ મંદિર આવેલું છે, જ્યાં શ્રી વિહત માતાજી, શ્રી મેલડી માતાજી તથા શ્રી રવેચી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજસ્વી પ્રતિમાઓમાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે માતાજીના સેવક શ્રી ભુવાજી જોરભાઈ રબારીની દિવ્ય પ્રેરણાથી સમસ્ત શ્રાવણના દરમિયાન અહીંયા મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેની પુર્ણાહુતિ આજ રોજ શ્રાવણ વદ અમાસ નિમિત્તે કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અહીંયા ગઈકાલે આમંત્રિત ભુવાજીઓ તથા સંતો મહંતોના સ્વાગત સમારોહ અને સમસ્ત ગ્રામજનોના ભોજન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પધારેલ ગ્રામજનો દ્વારામાં આપવામાં આવી હતી જ્યાં ભુવાજી શ્રી જોરભાઈ પુંજાભાઈ રબારી પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Vihat Meldi Dham Balva Arranged Mahayagn During all Shravan Mas 15.09.2023
Shree Vihat Meldi Dham Balva, Mansa, Gandhinagar, Mahayagn, Shravan Mas, 15.09.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed