અમદાવાદના વસ્ત્રાલ ગામ ખાતે શ્રી સુખરાય મહાદેવ તથા સ્વયંભુ શ્રી દુધેશ્વર મહાદેવજીના દિવ્ય અને પૌરાણિક મંદિરો આવેલા છે, જ્યાં શ્રી મહાદેવ ખૂબ જ દિવ્ય અને તેજોમય રીતે બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, તે જ રીતે શ્રાવણ માસનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દર સોમવારે અહીંયા મહાપૂજા અને ભજન સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ મંદિરોના દિવ્ય સાનિધ્યમાં શ્રી કિરણસિંહજી સોલંકી ના સૌજન્યથી ભવ્ય ભજન સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો ભરતભાઈ હડિયલ, મહેશભાઈ પ્રજાપતિ તથા શ્રી રાધાબેન બારોટ દ્વારા ભવ્ય લોક ડાયરા ની રમઝટ બોલવામાં આવી હતી જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી વિક્રમભાઈ પટેલ, શ્રી કિરણસિંહ સોલંકી, શ્રી પટેલ તથા શ્રી મહેશભાઈ મોદી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Bhajan Santvani At Shree Sukhray Mahadev Vastral gam
Bhajan Santvani, Shree Sukhray Mahadev, Vastral gam, Ahmedabad, Swayambhu Shree Dudheshwar Mahadev,