ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લીંબોદરા ગામ ખાતે ભાગોળમાં શ્રી લાલબાઇ ફુલબાઈ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી ફુલબાઈ માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતીમામાં બિરાજમાન છે, આ મંદિર પ્રત્યે લોકોને ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે અને તેથી જ લીંબોદરા ગામના શ્રી વિજયસિંહજી વાઘેલા ની દિવ્ય પ્રેરણાથી અહીંયા શક્તિ અને ભક્તિરૂપી નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સમગ્ર દિવસ દરમિયાન નવચંડી યજ્ઞ તથા સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ બાદ ભોજન સમારંભ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ રાત્રિના ભવ્ય રાસ ગરબા નું આયોજન છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો શ્રી જીગ્નેશ બારોટ, શ્રી વરદાન બારોટ, શ્રી વિશાલ બારોટ સહિતના કલાકારો દ્વારા અહીંયા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે, જેમાં સમગ્ર ગ્રામ્યજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી વિજયસિંહ વાઘેલા તથા ભૂદેવ શ્રી વસંતભાઈ પંડ્યા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shri Vijaysinh Vaghela limbodara Mansa arrange navchandi yagn at shree lalbai fulbai Mataji mandir Limbodara
Shri Vijaysinh Vaghela limbodara, Mansa, navchandi yagn, Shree lalbai fulbai Mataji mandir, Limbodara,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed