અમદાવાદના ગોમતીપુર વિસ્તારમા શ્રી વહાણવટી માનવ સેવા મંડળ દ્વારા ભવ્ય પ્રથમ સમૂહ લગ્નોત્સવ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 11 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા સતત ઘણા મહીનાઓની અથાગ મહેનતથી ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સાંજે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઇ હતી ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ ત્રિદિવસીય કાર્યક્રમમા પ્રથમ દિવસે સુંદરકાંડ, દ્વિતીય દિવસે ભવ્ય લોકડાયરો તથા તૃતીય દિવસે સમૂહ લગન સહિત અહીંયા ભવ્ય રાસ ગરબા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનુ પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો જીગ્નેશ બારોટ, વિશાલ બારોટ તથા રાકેશ બારોટ સહિત નામી અનામી કલાકારો હાજર રહ્યા હતા,
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહિતી સંસ્થાના અગ્રણી તથા સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી જયંતીભાઈ વાઘ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ,

Shree Vahanvati Manav Seva Mandal Gomtipur Ahmedabad Arranged 1st Samuh Lagnotsav 13.12.2022


Shree Vahanvati Manav Seva Mandal, Gomtipur, Ahmedabad, 1st, Samuh Lagnotsav, 13.12.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed