ગુજરાત રાજ્ય મૂળ નિવાસી ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા દર વર્ષે 15 થી 20 જેટલા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે 2022 ના છેલ્લા સમૂહ લગ્નનો એટલે કે 19 માં ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું આણંદ જિલ્લાના પંડોડી ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૨૨ નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજન સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત, જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી અને ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામાં આવી હતી, જેમાં દાતાશ્રીઓ તથા મહેમાનોના સન્માન સમારોહનુ પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તથા સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખશ્રી કે એમ ઠાકોર, શ્રી જગદીશભાઈ તથા શ્રી જયંતીભાઈ તથા સામાજિક અગ્રણીઓ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Gujarat Rajya Mul nivasi kshtriya Ekta samiti arranged 19th samuh lagnotsav 15 12 2022
Gujarat Rajya Mul nivasi kshtriya Ekta samiti, 19th samuh lagnotsav, 15.12.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed