અમદાવાદના મંગલ પાંડે હોલ ખાતે ગુજરાત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકના એવોર્ડ અર્પણવિધિ સમારોહનુ આજરોજ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા સમાજ શ્રેષ્ઠિઓ તથા સામાજિક ઉત્થાનની પ્રવૃતિઓ કરતા સામાજીક અગ્રણીઓ તથા સામાજીક સંસ્થાઓને જુદા જુદા એવોર્ડથી સન્માનવામા આવ્યા હતા, એવી જ રીતે અનેકવિધ સામાજીક ઉત્કર્ષની પ્રવૃતિઓ કરતી સંસ્થા “નાડીયા ઉત્કર્ષ સંઘ’ ને પણ મહાત્મા ગાંધી એવોર્ડથી નવાજવામા આવી હતી.
આ એવોર્ડને લઈને નાડીયા સમાજમા ખુબ જ આનંદ અને ઉત્સાહ છે, જે સંસ્થા વિશેની સંપૂર્ણ માહિતી પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ નાડીયા દ્વારા આવી હતી, જેમા ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Government of Gujarat has awarded Mahatma Gandhi Award to Nadia Utkarsh Sangh
Government of Gujarat, Mahatma Gandhi Award, Nadia Utkarsh Sangh,