અત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ઠેર ઠેર શિવકથાઓનુ આયોજન થઈ રહ્યુ છે, ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં શ્રી કડવા પાટીદાર બેતાલીસ સમાજ મિત્ર મંડળ દ્વારા ગણેશ કોલેજ સામે સમાજના કોમ્યુનિટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે શિવકથા ૧૯ ઓગસ્ટ થી લઈને ૨૭ ઓગસ્ટ સુધી દરરોજ રાત્રીના ૮.૩૦ થી ૧૧.૩૦ કલાક સુધી યોજાય છે, જેમા બુધવારના રોજ ભવ્ય શિવ વિવાહનુ આયોજન કરાયુ હતુ, જેમા જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, જેમા વક્તા શ્રી પરમ પૂજ્ય આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ડૉ. લંકેશ બાપુ દ્વારા ભક્તોને પાવન કથાનુ રસપાન કરાવવામા આવ્યુ હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે રાજકીય તથા સામાજીક અગ્રણીઓ સહિત હજારોની સંખ્યામા માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Kadva Patidar Betalis Samaj Mitra Mandal Ranip Arranged Shivkatha 2022
Shree Kadva Patidar Betalis Samaj Mitra Mandal Ranip, Ranip, Ahmedabad, Shivkatha, 2022,