પવિત્ર શ્રાવણ માસમાં ઠેર ઠેર કથાઓનું આયોજન થઈ રહ્યુ છે, ત્યારે મહેસાણા જિલ્લાના કડી શહેરમાં કોટન માર્કેટ ખાતે શ્રી કષ્ટભંજન દેવ સેવા સમિતિ દ્વારા ભવ્યાતિભવ્ય શ્રી હનુમાન ચાલીસા કથાનુ આયોજન કરવામાં આવ્યું છે, જે કથા મહોત્સવ 20 થી 26 ઓગસ્ટ 2022 દરમ્યાન યોજાશે, જેમાં મંગળવારના રોજ ભવ્ય શ્રી હનુમાન જન્મ મહોત્સવ અને દરેક વાનગીઓનો સુંદર અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં દર્શનાર્થે હજારો ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત કથાના વક્તા અને શ્રી કષ્ટભંજન હનુમાન દેવ મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી, કડીના શ્રી રાજુભાઈ ગજ્જર તથા શ્રી લાલભાઈ શાસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri kashtbhanjan Dev Seva Samiti kadi arranged Shri Hanuman Chalisa Katha 2022
Shri kashtbhanjan Dev Seva Samiti kadi, Kadi, Mehsana, Shri Hanuman Chalisa Katha, 2022, Hanuman Janmotsav, Annakut, Shree Hariprakashdasji Swami,