અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભવાનપુરા ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનુ ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો દ્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ થયો હતો, જેમાં આજે સવારે ભવ્ય યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તથા સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દ્વિતીય અને અંતિમ દિવસે શ્રી રામદેવજી મહારાજની દિવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા તથા યજ્ઞ પૂર્ણાહૂતિ કરવામાં આવશે તથા આજરોજ રાત્રીના ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામા આવ્યુ છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી નટુભાઈ મકવાણા, શ્રી નટુભાઇ પરમાર તથા શ્રી અશોકભાઈ ઉપાધ્યાય દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramdevpir Mandir Bhavanpura Dholka Pran Pratishtha Mahotsav
Shree Ramdevpir Mandir, Bhavanpura, Dholka, Pran Pratishtha Mahotsav,