ગુજરાતના મંદિરોના કેમ્પેઇન હેઠળ આજે આપણે આવ્યા છીએ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધાણોદરડા ગામ ખાતે જ્યાં ભવ્યાતિભવ્ય શ્રી શનિ સંતોષ ધામ આવેલુ છે, જ્યાં શ્રી શનિદેવ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા પ્રતિષ્ઠિત છે અને સાથોસાથ શ્રી પંચમુખી ગણેશ તથા શ્રી પંચમુખી હનુમાનજી અને નવગ્રહ પણ બિરાજમાન છે, કુદરતના દિવ્ય સાનિધ્યમા આ મંદિરનુ પરિસર ૩૫ થી ૪૦ વીઘામા પથરાયેલુ છે, જ્યાં પક્ષીઓના કલકલાટથી ભરેલુ જંગલ તથા સુંદર સંતોષ ગૌશાળા આવેલી છે.
દેવાલયના ભવ્ય સંકુલમા ધ્યાન કક્ષ, યજ્ઞશાળા, ભોજનશાળા, ચિલ્ડ્રન પ્લે એરિયા, પાર્ટી પ્લોટ તથા સુંદર તળાવ પણ આવેલુ છે.
અહીંયા હજુ સુધી કોઈ પણ દાન પેટી રાખવામા આવી નથી અને પાર્ટી પ્લોટ પણ કોઈ પણ પ્રસંગ માટે ટોકન માત્ર ૧ રૂપિયામા સંપૂર્ણ સુવિધા સાથે આપવામા આવે છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ટ્રસ્ટીઓમાંથી શ્રી વિનોદભાઈ પટેલ (સ્વામીજી) તથા શ્રી ચંદુભાઈ પટેલ અને રોહિત પટેલ દ્વારા આપવામા આવી હતી.
તો આવો શ્રી શનિ જયંતિ નિમિત્તે દિવ્ય દર્શન કરીએ ધાણોદરડાના શ્રી શનિ સંતોષ ધામના
Shree Shani Santosh dham Dhanodarda Chanasma Patan Divya Darshan Shani Jayanti
Shree Shani Santosh dham, Dhanodarda, Chanasma, Patan, Divya Darshan, Shani Jayanti,