અમદાવાદ મહેસાણા હાઈવે પર જલારામ મંદિર ની પાછળ શ્રી હિંગળાજ માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જે મંદિરને હિંગળાજ ધામ ત્રી દેવી મંદિર તરીકે ઓળખવામાં આવે છે, અહીંયા શ્રી હિંગળાજ માતાજી ની સાથો સાથ શ્રી અંબિકા માતાજી તથા શ્રી ચામુંડા માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમાઓમાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ તથા સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, એ જ રીતે મહાવદ બીજનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં આજરોજ ભવ્યાતિભવ્ય ૧૧માં દિવ્ય પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારથી જ અહીંયા યજ્ઞ પૂજન તથા ધ્વજા આરોહણ અને યજ્ઞ પૂર્ણાહૂતિ બાદ મહાઆરતી અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત જ્ઞાતિજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત પ્રોફેસર શ્રી ધીરુભાઈ ભાવસાર, શ્રી નવીનચંદ્ર ભાવસાર, શ્રી મહેન્દ્રભાઇ ભાવસાર, જિતેન્દ્ર ભાવસાર, પ્રવીણભાઈ ભાવસાર તથા મહિલા મંડળ માંથી શ્રી જયોત્સનાબેન ભાવસાર દ્વારા આપવામાં આવી હતી.
તો આવો મહા વદ બીજના દિવ્ય દિવસે કરીએ દર્શન મહેસાણા ખાતે બિરાજમાન શ્રી હિંગળાજ માતાજીના
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Hinglaj Dham Tridevi Mandir Mehsana Arranged 11th Patotsav 18.02.2022